25 “અને સુરજ, સાંદો અને તારાઓમાં એક ઘટના જોવા મળશે, અને જમીન ઉપર દેશ અને જાતિના લોકો ઉપર સંકટ થાહે; કેમ કે, તેઓ દરિયામાં તોફાનો અને હોનારત જેવું ચાલુ થયેલા જોયને, ગભરાય જાહે.
કેટલાક લોકો તલવારથી મરી જાહે, અને બીજા માણસોને ગુલામ બનાવી લેવામાં આયશે, અને તેઓને બીજા પરદેશમા લય જવામાં આયશે, અને જ્યાં હુધી યરુશાલેમ શહેરમાં બિનયહુદીઓનો વખત પુરો નય થાય, ન્યા હુંધી યરુશાલેમ શહેરમાં બિનયહુદીઓથી પગ તળે છુંદી નાખશે.