જઈ કે, પરભુએ આ બધીય વસ્તુઓને કરી છે. તો એનાથી ખબર પડે છે કે, ઈ જાણે છે કે, પરમેશ્વરનાં લોકોને એના દુખથી કેવી રીતે છોડાવવાના છે અને કેવી રીતે ખરાબ લોકોને ન્યાયના દિવસ હુધી સતત દંડ દેવાનો છે.
પણ પરમેશ્વર ઈ જ આજ્ઞા દ્વારા આભ અને પૃથ્વીને; જે અત્યારે હયાત છે, રાખી રયો છે, એટલે કે, આગથી એનો નાશ કરી દેય. ઈ તેઓને ઈ દિવસ હાટુ રાખી રયો છે, જઈ ઈ ન્યાય કરશે અને ઈ લોકોનો નાશ કરી દેહે; જે એની આજ્ઞાનું પાલન નથી કરતા.