21 ઈ વખતે તમારામાના કેટલાક જે લોકો યહુદીયા જિલ્લામાં હોય, તેઓ બસવા હાટુ ડુંગર ઉપર ભાગી જાય, શહેરમાં હોય એને બારે નીકળી જાવું અને જે દેશની બાજુમાં હોય એને શહેરમાં આવવું નય.
ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે,
પછી મે સ્વર્ગથી કોક બીજો અવાજ હાંભળ્યો કે, “હે મારા લોકો, ઈ શહેરમાંથી બારે નીકળી જાવ, ઈ લોકોના પાપોની જેમ નો કરો, એથી જે દુખો એની ઉપર હુમલો કરશે ઈ તમારી ઉપર નો આવે.”