Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 21:19 - કોલી નવો કરાર

19 જો તમે તમારા વિશ્વાસમા મક્કમ રેહો, તો આ બધાયમાંથી તમારી જાતને બસાવી લેહો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 21:19
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે મારી ઉપર વિશ્વાસ કરો છો, ઈ હાટુ ઘણાય લોકો તમારી હારે વેર કરશે, પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે એને જ પરમેશ્વર તારણ દેહે.


પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે; એને જ પરમેશ્વર તારણ દેહે.


પણ જે બી હારી જમીન ઉપર પડયું છે, ઈ એવુ બતાવે છે કે, લોકો પરમેશ્વરનું વચન હાંભળીને તેઓના હ્રદયમાં હારી રીતે અને માનપૂર્વક અપનાવે છે. તેઓ વિશ્વાસ કરવામા અને વચન પાળવામાં મજબુત છે, જેથી તેઓને કોશિશ કરવાથી વારેઘડીયે હારું ફળ આપે છે.


જેટલી વાતો પેલાથી શાસ્ત્રમા લખેલી છે, ઈ આપડા જ શિક્ષણ હાટુ લખેલુ છે કે, જેથી શાસ્ત્રમાંથી મળતા ધીરજ અને પ્રોત્સાહનથી આપડામાં આશા ઉત્પન થાય.


જેઓએ હારા કામમા સ્થિર રયને મહિમા, અને આદર અને અમરપણું ગોતે છે, તેઓને પરમેશ્વર અનંતકાળનું જીવન આપશે.


ખાલી આજ નય, પણ જઈ આપડે મુશ્કેલીઓમાં હોયી તઈ પણ આનંદ કરી હકી છયી કેમ કે, આપડે જાણી છયી કે, કેમ કે, આપડે દુખ ઉપાડી છયી. તો હારી રીતે ધીરજ રાખવાનું શીખી છયી.


પરમેશ્વર આપણને આવકારે છે કેમ કે, આપડે ધીરજ રાખવાનુ શીખા છયી અને કેમ કે, ઈ આપણને આવકારે છે, ઈ હાટુ આપણને આશા છે.


પણ આપડે કાક એવુ મેળવવાની આશા છે જે આપડી પાહે હજી હુધી નથી ઈ હાટુ આપડે ધીરજ હારે ન્યા હુધી વાટ જોયી છયી જ્યાં હુધી કે આપડે એને મેળવી નો લેયી.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


પરભુ તમને આ હમજાવવા હાટુ મદદ કરે કે, પરમેશ્વર તમને કેટલો પ્રેમ કરે છે, અને ઈસુ મસીહની જેમ ધીરજ રાખો.


તમે પરમેશ્વરની ઈચ્છા પુરી કરી હકો, ઈ હાટુ તમારે ધીરજ રાખવાની જરૂર છે.


અમારી ઈચ્છા આ છે કે, જયા હુધી તમે જીવો છો ન્યા હુધી ઉત્સાહથી કામો કરતાં રેહો, તો જે તમે આશા કરો છો ઈ મેળવી હકશો.


અને આ રીતેથી ઈબ્રાહિમે વાયદાને પુરો કરવામાં ધીરજ રાખી અને જે પરમેશ્વરે વાયદો કરયો હતો ઈ મેળવો.


કેમ કે, તમે જાણો છો કે, જઈ તમારો વિશ્વાસ પારખવામા આવે છે, તઈ તમારી ધીરજ વધે છે.


આપડા દુખો દરમ્યાન પરમેશ્વર ઉપર આપડો વિશ્વાસ બનાવેલો રાખો. જેથી આત્મિક રીતે પરિપક્વ અને પુરે પુરું થય જાવુ, કોય પણ હારા સરીત્રમાં ખોટનો હોય.


અને તમારે ખાલી ઈજ નો જાણવું જોયી કે હમજદારીથી કેવી રીતે વ્યવહાર કરવાનો છે, પણ તમારે પોતાની જાતને હોપી દેવી જોયી, તમારે નો ખાલી પોતાને સંયમિત કરવા જોયી પણ તમારે મુસીબતમાં ધીરજ રાખવી જોયી, અને તમારે નો ખાલી ધીરજ જ રાખવી જોયી પણ તમારે એવી રીતે જીવવું જોયી જે પરમેશ્વરને વફાદાર રયને માન આપે છે.


હું તમારો ભાઈ યોહાન છું જે પરમેશ્વરનાં રાજ્યનો તમારી હારે ભાગીદાર છું, અને તમારી હારે પીડા અને દુખ પણ ધીરજથી સહન કરું છું કેમ કે, આપડે ઈસુના છયી, પરમેશ્વરનો સંદેશો હંભળાવવા અને ઈસુ વિષે સાક્ષી દેવાના કારણે હું પાત્મસ નામના ટાપુમાં હતો.


જે લોકોને જેલખાનામાં પુરાવાનુ નક્કી છે, તેવો નક્કી જેલખાનામાં પુરવામા આયશે અને જેની હાટુ નક્કી છે કે, ઈ તલવારથી મરે તેઓ નક્કી તલવારથી જ મરશે, ઈ હાટુ જરૂરી છે કે, પરમેશ્વરનાં લોકો ઈ મુશ્કેલીઓને સહન કરે, જેનો ઈ અનુભવ કરે છે અને એના પ્રત્યે વફાદાર રેય.


કેમ કે, ઈ વાતો થાવા જય રય છે પરમેશ્વરનાં લોકોને ધીરજ રાખવી જોયી, આ ઈ લોકો છે જે પરમેશ્વરની આજ્ઞાઓને માને છે, અને ઈસુ ઉપર વિશ્વાસ રાખે છે.


કેમ કે, તે ધીરજથી સહન કરવાની મારી આજ્ઞાનું પાલન કરયુ છે, હું તને આખા જગતમાં આવનારા પરીક્ષણના વખતથી પણ આઘો રાખય, જે પૃથ્વી ઉપર રેનારાનુ પરીક્ષણ કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ