18 પણ આમાંની કોય પણ વસ્તુ તમને હસો હાસ કાય નુકશાન કરી હકશે નય.
પરમેશ્વર તમારા જીવનની દરેક પળોની ઉપાદી કરે છે, ઈ હોતન જાણે છે કે, તમારા માથાના કેટલા વાળ છે.
હા પરમેશ્વર તમારા માથા ઉપર કેટલા વાળ છે ઈ હોતન જાણે છે. જેથી તમે બીતા નય, તમે ઘણીય સકલીઓ કરતાં વધારે કિંમતી છો.
કેમ કે, તમે મારી ઉપર વિશ્વાસ કરો છો, ઈ હાટુ ઘણાય લોકો તમારી હારે વેર કરશે,
ઈ હાટુ હું તમને હમજાવું છું કે, કાક ખાય લ્યો, જેનાથી તમારો બસાવ થાય, કેમ કે તમારામાથી કોયનું પણ કાય નુકશાન નય થાય.”