તઈ જે લોકો તમારો વિરોધ કરે છે; તેઓ તમને દુખ આપવા હાટુ પકડાયશે અને તમને મારી નાખશે કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ કરો છો, એની લીધે બધીય જાતિના લોકો તમારી ઉપર વેર રાખશે.
તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.
જો તમે જગતના લોકોની જેમ રયો છો તો આ જગતના લોકો પોતાના હમજી પ્રેમ કરશે, પણ ઈ કારણે કે, તુ આ જગતનો માણસ નથી, પણ મે તને જગતના લોકોમાંથી ગમાડી લીધો છે, ઈ હાટુ જગતના લોકો તારાથી નફરત કરે છે.