કેમ કે, એક જાતિના લોકો બીજી જાતિના લોકો ઉપર હુમલો કરશે અને એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકોની વિરુધમાં બાધશે, અને ઠેક ઠેકાણે દુકાળો પડશે અને ધરતીકંપ થાહે.
પણ ઈ બધુય થયા પેલા મારા નામને લીધે તેઓ તમને પકડશે, તમને સતાયશે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને જેલખાનાનાં અધિકારીઓના હાથમાં હોપશે, અને રાજાઓ અને રાજ્યપાલની હામે લય જાહે.