કેમ કે, એક જાતિના લોકો બિનયહુદી લોકો ઉપર હુમલો કરશે અને એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકોની વિરુધમાં બાધશે, અને દરેક જગ્યાએ ધરતીકંપ થાહે, અને દુકાળ પડશે. આ ઘટના બાયની આ પીડાની જેમ હોય છે, જઈ ઈ બાળક જણે છે. તેઓ બતાવે છે કે, વધારેને વધારે દુખો આવનાર છે.
“ફરીથી એકવાર” આ અરથ સોખ્ખું દેખાડે છે કે, આખા જગતની બધીય વસ્તુઓને ધરુજાવામાં આયશે અને નાશ કરવામાં આયશે; જેથી જે વસ્તુઓ હલાવવામાં નય આવે, તેઓ કાયમ હાટુ બનેલી રેહે.