9 પછી ઈસુએ લોકોને આ દાખલો બતાવ્યો કે, એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપી. એણે કોય માણસને દ્રાક્ષાવાડી ભાગવી આપી. પછી ઈ બીજા દેશમાં ગયો અને ન્યા ઈ ઘણાય વખત હુધી રોકાણો.
જઈ હું પાછો આવય, તઈ સ્વર્ગનું રાજ્ય આ રીતનું હશે: એક માણસ લાંબી યાત્રામાં જાતી વખતે એણે પોતાના ચાકરોને બોલાવીને પોતાની માલ મિલકતમાંથી થોડીક તેઓને હોપીને કીધું કે, આ માલ મિલકતનો વેપાર કરીને વધારે માલ મિલકત મેળવો.