ખરાબ અને છીનાળવા લોકો પરમેશ્વરની પાહે સમત્કારીક નિશાની માગે છે; પણ યુના આગમભાખીયાની હારે જે કાય થયુ ઈ નિશાની સિવાય બીજી કોય નિશાની એને અપાહે નય.” અને તેઓ એણે છોડીને વયા ગયા.
તઈ તેઓએ ઈસુને જવાબ આપ્યો કે, “અમે નથી જાણતા કે, યોહાને લોકોને જળદીક્ષા આપવા હાટુ કોણે મોકલ્યો.” ઈસુએ કીધુ કે, “હું હોતન તમને નય કવ કે, ક્યા અધિકારથી હું આ કામ કરું છું.”
પછી ઈસુએ લોકોને આ દાખલો બતાવ્યો કે, એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપી. એણે કોય માણસને દ્રાક્ષાવાડી ભાગવી આપી. પછી ઈ બીજા દેશમાં ગયો અને ન્યા ઈ ઘણાય વખત હુધી રોકાણો.