6 પણ જો આપડે કેયી કે, ઈ ખાલી માણસોએ એને જળદીક્ષા દેવાનું કીધુ હતું, તો લોકો આપણને પાણાઓ મારીને મારી નાખશે, કેમ કે, તેઓ આ માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો.
તઈ યહુદી આગેવાનોએ એને પકડવા માગ્યો કેમ કે, તેઓ હમજી ગયા હતાં કે, એણે આપડી વિરુધ આ દાખલો કીધો છે. પણ તેઓએ એને પકડયો નય કેમ કે, તેઓ લોકોથી બીતા હતા. ઈ હાટુ તેઓ ઈસુને મુકીને વયા ગયા.
તઈ સોકીદારોના અધિકારી સોકીદારની હારે મંદિરમાં ગયા, અને એને પાસા સભાની અંદર લીયાવ્યા, પણ બળજબરીનો કરી, કેમ કે ઈ બીતા હતાં કે, ક્યાક લોકો એને પાણા મારીને મારી નો નાખે.