યોહાનની જળદીક્ષા ક્યાંથી હતી? પરમેશ્વર તરફથી હતી કે, લોકો તરફથી? તઈ તેઓએ મૂંગા મોઢે વિસાર કરીને કીધુ કે, જો આપડે એમ કેહુ કે, પરમેશ્વર તરફથી, તઈ ઈ એમ કેહે કે, તો તમે એની ઉપર વિશ્વાસ કેમ કરયો નય?
પણ જો આપડે કેયી કે, ઈ ખાલી માણસોએ એને જળદીક્ષા દેવાનું કીધુ હતું, તો લોકો આપણને પાણાઓ મારીને મારી નાખશે, કેમ કે, તેઓ આ માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો.
તેઓએ યોહાનની પાહે આવીને એને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જે તારી હારે યર્દન નદીને ઓલા પાર હતાં, જેની વિષે ઈ સાક્ષી પુરી છે, ઈ તો જળદીક્ષા આપે છે અને બધાય એની પાહે આવે છે.”
જઈ યોહાન પોતાની સેવા પુરી કરવાનો હતો, તો એણે પુછયું કે, તમે મને શું હમજો છો? હું મસીહ નથી પણ હાંભળો, જે મારી પછી આવનાર છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી.