પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”
રાજા દાઉદે ગીતશાસ્ત્રની સોપડીમા લખ્યું છે કે, “એનુ ઘર ઉજ્જડ થાય અને એના ઘરમાં કોય રેય નય, અને રાજા દાઉદે ગીતશાસ્ત્રની સોપડીમા એક બીજી જગ્યાએ પણ લખ્યું છે કે, એનુ પદ બીજો લય લેય.”