34 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, આ જગતમાં માણસો બાયડીઓ લેહે, અને લોકો તેઓની છોકરીઓ માણસોને તેઓના લગનમાં આપશે.
માણસના દીકરાની વિરુધ જે કોય વાત કેહે, ઈ એને માફ કરાહે, પણ પવિત્ર આત્માની વિરુધ કાય કેહે, એનો અપરાધ આ યુગમાં નય, અને આવનાર યુગમાં પણ માફ નય કરાય.
એના માલિકે ઈ અન્યાયી કારભારીના વખાણ કરયા, કારણ કે, એણે હોશિયારીથી કામ કરયુ હતું. કેમ કે, આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.
નૂહ વહાણમાં સડયો, અને જળપ્રલય આવ્યું અને જે વહાણમાં નોતા ઈ બધાયનો વિનાશ કરયો ઈ દિવસ હુંધી તેઓ ખાતા, પીતા, અને પવણતા, પવણાવતા હતા.
તો પછી આ બાય મરેલામાંથી જીવતા થાહે, તઈ કોની બાયડી થાહે? કેમ કે, હાતેયની ઈ બાયડી બની હતી.
જેમ કે, શાસ્ત્ર કેય છે, આ કારણે માણસ માં-બાપને છોડીને પોતાની બાયડી હારે જોડાયેલો રેહે અને ઈ બેય એક દેહ થાહે.
લગનને માન આપો અને પથારી પવિત્ર રાખો, કેમ કે પરમેશ્વર લંપટો અને છીનાળવા કરનારાઓનો ન્યાય કરશે.