કેટલાક લોકો જેઓ ન્યા હતાં તેઓ ઈસુની ભૂલ ગોતવા હાટુ કારણ ગોતતા હતાં, ઈ હાટુ તેઓ એને ધ્યાનથી જોવા લાગ્યા જેથી તેઓ જોવે કે, ઈ એને યહુદી લોકોના વિશ્રામવારના દિવસે હાજો કરશે કે નય.
જેથી તપાસ કરનારાઓએ એને પુછયું કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તુ હાસુ બોલ છો અને શીખવાડ છો અને કોયનો પક્ષપાત કરતો નથી, પણ પરમેશ્વરનો મારગ હાસાયથી બતાય છો.
આ શિક્ષકો લાલસુ હશે અને તેઓ બનાવટી વાર્તાઓ હંભળાવીને તમને વિશ્વાસ દેવરાયશે, જેથી તમારી પાહેથી વસ્તુઓ મેળવી હકે, પરમેશ્વરે ઘણાય વખત પેલા જ નક્કી કરી લીધુ હતું કે, ઈ તેઓને દંડ દેહે, અને ઈ એવુ કરવા હાટુ તૈયાર છે, ઈ પાક્કી રીતે એનો નાશ કરી દેહે.