તો પછી મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકોને બતાવવામાં આવ્યું કે, ઈસુએ શું કરયુ હતું, તેઓ એનાથી બીતા હતાં કેમ કે, ટોળાના બધાય લોકો એના શિક્ષણ ઉપર અચરત હતા. ઈ હાટુ તેઓ એક મારગ ગોતવા લાગ્યા જેથી તેઓ એને મારી હકે.
તઈ યહુદી આગેવાનોએ એને પકડવા માગ્યો કેમ કે, તેઓ હમજી ગયા હતાં કે, એણે આપડી વિરુધ આ દાખલો કીધો છે. પણ તેઓએ એને પકડયો નય કેમ કે, તેઓ લોકોથી બીતા હતા. ઈ હાટુ તેઓ ઈસુને મુકીને વયા ગયા.