8 ઈ દેશમાં કેટલાક ઘેટાપાળકો હતાં, જેઓ રાતે ખેતરમાં રયને પોતાના ઘેટાના ટોળાને હાસવતા હતા.
અને એણે પોતાનો પેલો દીકરો જણયો, અને એણે લૂગડામાં વીટાળીને ગભાણમાં હુવડાવો કેમ કે, તેઓની હાટુ ધરમશાળામાં ક્યાય જગ્યા નોતી.
તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત તેઓની પાહે આવીને ઉભો રયો, અને પરભુનો મહિમામય અંજવાળું તેઓની આજુ-બાજુ સમકયું, અને તેઓ ઘણાય બીય ગયા.