જેથી ઈ એની પાહે ગયો, અને એના ઘા ઉપર જૈતુન તેલ અને દ્રાક્ષારસ રેડયો અને પછી પાટા-પીંડી કરીને પોતાના જનાવર ઉપર બેહાડીને ઉતારામાં લય ગયો, અને એની સારવાર કરી.
પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.