52 જેમ વરહ વિતતા ગયા એમ ઈસુ બુદ્ધિમાં, કદમાં, પરમેશ્વરની અને લોકોની કૃપામાં વધતો ગયો.
વખત હારે ઝખાર્યા અને એલીસાબેતનો બાળક મોટો થયો અને આત્મિક રીતે મજબુત થયો. પછી ઈ ઉજ્જડ પરદેશમા રયો, ન્યા રેતી વખતે પરમેશ્વરનાં ઈઝરાયલ દેશનાં લોકોમા પરસાર કરવા મંડો.
બાળક મોટો થયો અને બળવાન થયો અને બુદ્ધિથી ભરપૂર થતો ગયો અને પરમેશ્વરની કૃપા એની ઉપર હતી.
જે કોય આ રીતેથી મસીહની સેવા કરે છે, ઈ પરમેશ્વરને અપનાવવા લાયક છે અને લોકોની નજરમાં હારું છે.