અને પોતાના દેશમાં આવીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં તેઓને એવુ શિક્ષણ આપવા લાગ્યો; કે તેઓ સોકી ગયા અને બોલ્યા કે, “આ માણસની પાહે આવું જ્ઞાન અને આવા સમત્કારી કામ કરવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું છે?
તો પછી મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકોને બતાવવામાં આવ્યું કે, ઈસુએ શું કરયુ હતું, તેઓ એનાથી બીતા હતાં કેમ કે, ટોળાના બધાય લોકો એના શિક્ષણ ઉપર અચરત હતા. ઈ હાટુ તેઓ એક મારગ ગોતવા લાગ્યા જેથી તેઓ એને મારી હકે.
યહુદી લોકોના વિશ્રામવારના દિવસે ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં વચનનું શિક્ષણ આપવા લાગ્યો. અને બોવ બધાય લોકો હાંભળીને સોકી ગયા અને કેવા લાગ્યા કે, “આ માણસે આ વાતો ક્યાંથી શીખી?” એને આ બધુય બુદ્ધિ અને આ રીતે સમત્કાર કરવાનું સામર્થ્ય ક્યાંથી મળ્યું છે?