અને ઈસુ નાઝરેથમાં આવ્યો; જ્યાં એનુ પાલન પોષણ કરવામા આવ્યું હતું; અને પોતાની રીત પરમાણે વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને ઈ શાસ્ત્રમાંથી વાસવા હારું ઉભો થયો,
જઈ ઈસુ ગાલીલ જિલ્લામાં પૂગ્યો, તો ન્યા લોકોએ એનો આવકાર કરયો, કેમ કે ઈસુએ પાસ્ખા તેવારના દિવસોમાં યરુશાલેમ શહેરમાં જે કાય કામ કરયુ હતું, ઈ બધાય લોકોએ જોયુ હતું કેમ કે, તેઓ પણ તેવારમાં ગયા હતા.