જઈ એની હાટુ ઈ વિસારતો હતો એવામાં જ પરમેશ્વરનો સ્વર્ગદુત એને સપનામાં દેખાણો એને કીધુ કે, “હે યુસફ, દાઉદ રાજાની પેઢીના દીકરા તું મરિયમને તારી બાયડી બનાવવામાં બીતો નય, કારણ કે, જે ગર્ભ મરિયમને રયો છે, ઈ પવિત્ર આત્માથી છે.
અને ઈસુ નાઝરેથમાં આવ્યો; જ્યાં એનુ પાલન પોષણ કરવામા આવ્યું હતું; અને પોતાની રીત પરમાણે વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને ઈ શાસ્ત્રમાંથી વાસવા હારું ઉભો થયો,