પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ.
અને ઈસુ નાઝરેથમાં આવ્યો; જ્યાં એનુ પાલન પોષણ કરવામા આવ્યું હતું; અને પોતાની રીત પરમાણે વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને ઈ શાસ્ત્રમાંથી વાસવા હારું ઉભો થયો,
ઈસુએ તેઓને કીધું કે, “તમે મને હાસુ ક્યો છો કે, વૈદ તુ પોતાને હાજો કર! જે જે કામો ઈ કપરનાહૂમમાં કરેલા ઈ વિષે અમે હાંભળ્યું છે, એવા કામ આયા તારા પોતાના વતનમાં પણ કર.”