આ વાયદાને પુરો કરવાની આશા રાખીને, આપડા બાર કુળના લોકો પોતાના હાસા મનથી રાત-દિવસ પરમેશ્વરનુ ભજન કરતાં આવ્યા છે, હે રાજા, આ જ આશાનાં કારણે યહુદી લોકો મારા ઉપર આરોપ લગાડે છે.
આ રંડાયેલ બાયુ જેની પાહે પોતાની જરૂરિયાતો, દેખરેખ અને મદદ કરવા હાટુ કોય નથી, ઈ પરમેશ્વર ઉપર જ આશા રાખે છે, અને રાત દિવસ વિનવણી અને પ્રાર્થનામાં પરમેશ્વર પાહેથી પોતાની હાટુ મદદ માગે છે.
ઈ જે વિજય પામે છે, તેઓ પરમેશ્વરનાં મંદિરમા સ્તંભની જેમ હશે, જેની હું સેવા કરું છું અને હું તને કોય દિ છોડય નય, અને હું એના દેહ ઉપર મારા પરમેશ્વરનું નામ લખય અને પરમેશ્વરનાં શહેરનું નામ લખય, આ ઈજ છે જેને નવું યરુશાલેમ શહેર કેવા આવે છે જે સ્વર્ગથી છે, એટલે કે, મારા પરમેશ્વર તરફથી જે નીસે આયશે.
ઈ હાટુજ તેઓ પરમેશ્વરની રાજગાદીની હામે ઉભા છે, અને તેઓ દરેક વખતે રાત-દિવસ પરમેશ્વરનાં મંદિરમાં એનુ ભજન કરે છે, અને જે રાજગાદી ઉપર બેહે છે, એની વસે રેહે અને એની દેખરેખ કરશે.