પણ જે બાય માથે ઓઢા વગર પ્રાર્થના કરે કા પરમેશ્વરનાં હુકમોને મંડળીમાં જાહેર કરે છે, એનો અરથ છે કે, ઈ પોતાના ધણીનું અપમાન કરે છે જે એની હાટુ માથું છે કેમ કે, એની અને એક એવી બાયુની વસે કાય ફરક નથી જેનું માથું શરમાવવા હાટુ થયને ટકો કરાવ્યો છે.
પણ એમા આ વાતો જરૂરી છે કે, આગેવાન દોસ વગરનો, અને એક જ બાયડીનો ધણી, પોતાનુ મન કાબુમાં રાખનારો, હમજદાર, લોકોમા માનનીય, મહેમાનોને આવકાર કરનારો, અને પરમેશ્વરના વચનને શીખવવામાં પરીપક્વ હોવો જોયી.