Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 2:34 - કોલી નવો કરાર

34 શિમયોન તેઓને આશીર્વાદ દીધા, અને એની માં મરિયમને કીધું કે, “જો આ તો ઈઝરાયલ દેશના ઘણાય લોકોના વિનાશ અને તારણ હાટુ અને પરમેશ્વરની તરફથી એક નિશાની હાટુ મોકલવામાં આવ્યું છે, પણ ઘણાય લોકો એનો વિરોધ કરશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 2:34
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જઈ હું, માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ, વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર! પણ માણસના કામોથી સાબિત થાય છે કે, જ્ઞાની કોણ છે.


લોકોને ઈ હજી વાત કરતો હતો એટલામાં જોવ, એની માં અને એના ભાઈઓ આવીને બાર ઉભા રયા, અને એની હારે વાત કરવા માંગતા હતા.


“આ પાણા ઉપર જે કોય પડશે, એના ટુકડે ટુકડા થાય જાહે, પણ જેની ઉપર ઈ પાણો પડશે એનો ભૂકો થય જાહે.”


ઓ ધણી, અમને યાદ છે કે, ઈ ઠગ જઈ જીવતો હતો, તઈ ઈ કેતો હતો કે, મારા મોતના ત્રણ દિવસ પછી હું પાછો જીવતો થાય.


પરિણામ પરમાણે પરમેશ્વર ઘણાય લોકોના હૃદયનાં વિસારો પરગટ કરશે અને તારા પોતાના જીવને તલવારથી વીંધી નાખશે.”


બધાય જેવા ખરાબ કામો કરે છે તેઓ અંજવાળાને નકારે છે, અને ઈ અંજવાળાની પાહે નથી આવતો જેથી એનુ કામ ખુલુ (જાહેર) નો થાય.


ઈ કારણે યહુદી લોકોના આગેવાનોએ ઈસુને મારી નાખવાની વધારે કોશિશ કરવા લાગ્યા, કેમ કે ઈ ખાલી વિશ્રામવારના દિવસનો નિયમ તોડતો હતો એટલું જ નય પણ પરમેશ્વરને પોતાનો બાપ કયને એની જાતને પરમેશ્વરની બરોબર છું, ઈ બતાવતો હતો.


પણ યહુદી લોકોના આગેવાન લોકોનું મોટુ ટોળૂ જોયને ઈર્ષા થાવા મડી અને ઠેકડી કરતાં પાઉલના વિરોધમાં બોલવા લાગ્યા.


પણ જઈ ઈ એને નો મળ્યા, તઈ રાડો નાખીને યાસોન અને થોડાક વિશ્વાસી લોકોને શહેરના અધિકારીઓની પાહે ખેસીને લય ગયા, અને એને કેવા મંડયા કે, “ઈ માણસો જેણે જગતમાં ઉથલ-પાથલ કરી નાખી છે, ઈ આયા હોતન આવી ગયા છે.


કેમ કે, અમે ઈ માણસને અશાંતિ ફેલાવનારો અને જગતની હારે યહુદી લોકોમા ભેદભાવ કરનારો, અને આ એક ટોળાનો આગેવાન પણ છે, જેણે નાઝરેથનો ઈસુ કેવામાં આવે છે.


પણ તારો વિસાર શું છે? ઈ અમે તારાથી હાંભળવા માંગી છયી, કેમ કે અમે જાણી છયી કે, દરેક જગ્યાએ આ પરભુના મારગની વિરોધમાં લોકો વાતો કરે છે.”


પરભુ અને મસીહની વિરુધ જગત ઉપર રાજા ઉભો થયો, અને અધિકાર એક હારે ભેગો થય ગયો.”


પરમેશ્વરનાં વચનો ફેલાતા ગયા અને યરુશાલેમ શહેરમાં ચેલાઓની સંખ્યા વધતી ગય, અને બોવ યહુદી યાજકોએ પણ ઈસુ મસીહમાં વિશ્વાસ અને પરચારને અપનાવો.


આવું હુકામ થયુ? ઈ હાટુ કે, તેઓએ વિશ્વાસની બડલે કામો ઉપર આધાર રાખ્યો. એણે ઠેય ખવડાવનારા પાણાની ઠેય ખાધી.


પણ આપડે વધસ્થંભ ઉપર જડાયેલા મસીહને પરગટ કરી છયી, જે યહુદીઓ હાટુ ઠોકરનું કારણ છે અને બિનયહુદીઓ હાટુ મુરખતા છે.


આયા મેલ્ખીસેદેક શાલેમ શહેરનો રાજા અને બધાયથી વધારે પરમેશ્વરનો મુખ્ય યાજક હતો; જઈ ઈબ્રાહિમ રાજાઓને હરાવીને પાછો આવતો હતો તઈ એણે એને મળીને આશીર્વાદ આપ્યો.


આશીર્વાદ દેનાર માણસ ઈ આશીર્વાદ મેળવનાર માણસ કરતાં બોવ મહાન છે એમા કોય શંકા નથી.


જો કે, મસીહના નામને કારણે તમારુ અપમાન થાય, તો તમે આશીર્વાદિત છો કેમ કે, મહિમાનો અને પરમેશ્વરનો આત્મા તમારા ઉપર રેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ