33 સિમોને ઈસુ વિષે જે કાય કીધું ઈ હાંભળીને એનામાં બાપ નવાય પામ્યા.
લોકોને ઈ હજી વાત કરતો હતો એટલામાં જોવ, એની માં અને એના ભાઈઓ આવીને બાર ઉભા રયા, અને એની હારે વાત કરવા માંગતા હતા.
તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.
જે વાતો ઘેટા પાળકોએ તેઓને કીધી, તેઓ બધાય હાંભળનારા સોકી ગયા.
ઈ જોયને એના માં-બાપ સોકી ગયા, અને એની માંએ એને પુછયું કે, “દીકરા, તે અમારી હારે આવી રીતે કેમ કરયુ? જો હું અને તારો બાપ હેરાન થયને તને ગોતતા હતા.”
લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી હક્યાં નય, અને એના જવાબથી નવાય પામીને તેઓ છાનામના રયા.
તઈ એના ચેલાઓ અને બધાય લોકો પરમેશ્વરનાં મહાપરાક્રમથી નવાય પામ્યા, પણ જઈ તેઓ બધાય ઈ કામોથી જે ઈ કરતો હતો, નવાય પામ્યા હતા.