31 જેને ઈ બધાય લોકોની હામે તયાર કરયુ છે.
કેમ કે, મે તારું તારણ આપનારને જોય લીધો છે, જેને ઈ બધાય લોકોને બસાવવા હાટુ મોકલો છે.
ઈ એક અંજવાળાની જેમ હશે જે બિનયહુદીઓ આગળ તારું હાસ પરગટ કરશે, અને ઈ ઈઝરાયલ દેશના લોકોની હાટુ મહિમા વધારશે.