પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.
અઠવાડીયામાં એક દિવસે જઈ આપડે બીજા વિશ્વાસુઓની હારે પરભુનું ભજન કરી છયી. પરમેશ્વરનાં આત્માએ મને નિયંત્રણમાં કરી લીધો તઈ મે મારી પાછળ કોકને બોલતા હાંભળો. ઈ અવાજ એક રણશિંગડું વગડવાના જેવો હતો.
તઈ આત્માની મદદથી સ્વર્ગદુત મને વગડામાં લય ગયો, આત્માએ મને પોતાના નિયંત્રણમાં કરી લીધો અને ન્યા મે એક બાયને જોય, જે એક હિંસક પશુ ઉપર બેઠીતી, જે લાલ રંગનો હતો. એના હાત માથા અને દસ શીંગડા હતાં, એના દેહ ઉપર ઈ નામો લખેલા હતાં, જે પરમેશ્વરનું અનાદર કરે છે,