21 જઈ બાળકના જન્મના આઠ દિવસ પુરા થયા પછી એની સુન્નત કરવાનો વખત આવ્યો. તઈ તેઓએ એનુ નામ ઈસુ પાડયુ, જે નામ મરિયમ ગર્ભવતી નોતી ઈ પેલા સ્વર્ગદુતે પાડયુ હતું.
પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ.