જઈ યોહાન પાણીથી જળદીક્ષાનો પરચાર કરવા લાગ્યો તઈ એણે લોકોને એવુ કીધુ કે, “એક માણસ જે મારાથી મહાન છે, ઈ જલ્દી આવનાર છે. હું તો ચાકરની જેમ એના પગરખાની વાધરી છોડવાને લાયક પણ નથી.
આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”