18 જે વાતો ઘેટા પાળકોએ તેઓને કીધી, તેઓ બધાય હાંભળનારા સોકી ગયા.
જઈ તેઓએ ઈ જોયું પછી જે વાત સ્વર્ગદુતોએ ઈ બાળક વિષે કીધી હતી, ઈ તેઓએ કય બતાવી.
પણ મરિયમે ઈ બધીય વાતો મનમા રાખીને ઈ વિષે વિસાર કરતી રય.
સિમોને ઈસુ વિષે જે કાય કીધું ઈ હાંભળીને એનામાં બાપ નવાય પામ્યા.
અને જેટલા લોકોએ ઈસુથી હાંભળ્યું, ઈ બધાય એની બુદ્ધિ અને જવાબોથી નવાય પામ્યા.
એનાથી બધાય એવા નવાય પામ્યા કે બધાયે અંદરો અંદર વાત કરી કે, આ ક્યા પરકારનું શિક્ષણ છે? કેમ કે, ઈ અધિકારથી અને પરાક્રમથી મેલી આત્માને હુકમ કરે છે, એટલે ઈ બારે નીકળી જાય છે.