16 અને તેઓએ ઉતાવળથી જયને મરિયમ અને યુસફને અને ગભાણમાં પડેલા બાળકને જોયો.
થોડા દિવસો પછી મરિયમ ઉઠીને જલ્દીથી યહુદીયાના ડુંઘરાવાળા વિસ્તારના એક ગામમાં ગય.
જેથી બે ચેલાઓ ગામમાં ગયા અને જેમ ઈસુએ તેઓને કીધા પરમાણે તેઓને ખોલકું મળ્યું.
અને તમારી હાટુ ઈ નિશાની છે કે, તમે એક બાળકને લૂગડાંમાં વીટાળેલો અને ગભાણમાં પડેલો જોહો.”
જઈ સ્વર્ગદુતો તેઓની પાહેથી સ્વર્ગમા ગયા પછી ઈ ઘેટા પાળકોએ એકબીજાને કીધું કે, “હાલો, આપડે બેથલેહેમ શહેરમાં જયને આ સંદેશ જેની ખબર પરભુએ આપણને આપી છે ઈ જોયી.”
જઈ તેઓએ ઈ જોયું પછી જે વાત સ્વર્ગદુતોએ ઈ બાળક વિષે કીધી હતી, ઈ તેઓએ કય બતાવી.
અને એણે પોતાનો પેલો દીકરો જણયો, અને એણે લૂગડામાં વીટાળીને ગભાણમાં હુવડાવો કેમ કે, તેઓની હાટુ ધરમશાળામાં ક્યાય જગ્યા નોતી.
જેથી બે ચેલાઓ શહેરમાં ગયા અને જેવુ ઈસુએ તેઓને કીધું હતું એવું જ તેઓને મળ્યું. અને તેઓએ પાસ્ખા તેવાર હાટુ ખાવાનું તયાર કરયુ.