8 જાખ્ખીએ ખાતી વખતે ઉભા થયને ઈસુને કીધુ કે, “હે પરભુ હું મારી સંપતિનો અડધો ભાગ ગરીબોને આપય, અને જો મે કોય માણસને છેતરીને એનું પડાવી લીધું હશે, તો એને હું સ્યાર ગણું પાસુ આપય!”
જેથી તમારી થાળીમાં વાટકામાં જે છે ઈ જરૂર છે ઈ એને આપો પછી તમે પુરેપુરા શુદ્ધ થાહો.
પોતાની વસ્તુઓ અને જમીન જાયદાદ વેસીને ગરીબ લોકોને આપી દયો; અને પોતાની હાટુ એવો બટવો તૈયાર કરો, જે કોયદી સોરાતુ નથી, કા સ્વર્ગમા એવી મિલકત ભેગી કરો કે, જે સદાયની હાટુ રેય છે, જ્યાં સોર આવતાં નથી, અને કીડા ખાય જાતા નથી.
હું તમને કવ છું, આ જગતમાં જે છેતરીને ભેગુ કરેલું ધન છે, એનાથી તારા મિત્રો બનાવી લે; કેમ કે, જઈ ઈ પુરું થય જાહે તઈ ઈ તમને છેલ્લા માંડવામાં આમંત્રણ આપશે.
બધાય માણસોએ આ જોયને કચ કચ કરતાં કેવા લાગ્યા કે, “જોવ, ઈસુ એક પાપી માણસના ઘરે મેમાન બનીને ગયો છે!”
એને જોયને પરભુને એની ઉપર દયા આવી, ઈસુએ ઈ બાયને કીધું કે, “રોતી નય.”
તઈ યોહાને પોતાના ચેલાઓમાંથી બેને બોલાવીને તેઓને પરભુ આગળ મોકલીને પૂછાવું કે “જે આવનાર છે, ઈ તુ જ છો કે, અમે બીજાની વાટ જોયી?”