7 બધાય માણસોએ આ જોયને કચ કચ કરતાં કેવા લાગ્યા કે, “જોવ, ઈસુ એક પાપી માણસના ઘરે મેમાન બનીને ગયો છે!”
તઈ તે લયને તેઓએ માલિકની વિરુધ ફરિયાદ કરી,
અને માલિકે કીધુ કે, “તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાવ, અને જે કાય દેવા લાયક હશે, ઈ મજુરી હું તમને આપય,” તઈ તેઓ પણ કામ કરવા ગયા.
આ જોયને ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ ચેલાઓને કીધુ કે, “તમારો ગુરુ દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાય છે?”
પછી ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ કચકચ કરતાં કેવા મંડયા કે, “જોવ, આ માણસ પાપીઓની હારે મળે છે, અને તેઓની હારે ખાવાનું પણ ખાય છે.”
પછી જાખ્ખી જલ્દી નીસે આયવો એણે ઈસુને પોતાની ઘેરે રાજી થયને આવકારો.
જાખ્ખીએ ખાતી વખતે ઉભા થયને ઈસુને કીધુ કે, “હે પરભુ હું મારી સંપતિનો અડધો ભાગ ગરીબોને આપય, અને જો મે કોય માણસને છેતરીને એનું પડાવી લીધું હશે, તો એને હું સ્યાર ગણું પાસુ આપય!”
તઈ ફરોશી ટોળાના લોકો અને તેઓના યહુદી નિયમના શિક્ષકો એના ચેલાના વિરોધમાં કચ કચ કરીને કીધુ કે, “તમે દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાવ પીવ છો?”
માણસનો દીકરો ખાતો-પીતો આવો છે, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર!
ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે.