5 જઈ ઈસુ ઈ ગુલ્લરના ઝાડ પાહે આવ્યો, જ્યાં જાખ્ખી હતો, તઈ એણે ઉસી નજર કરીને એને કીધુ કે, “જાખ્ખી, જલ્દી નીસે આવ! કેમ કે, આજે મારે તારા ઘરે રેવાનું છે.”
કેમ કે, હું, માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા, અને તેઓને અનંતકાળના દંડથી બસાવવા હાટુ આવ્યો છું.”
ન્યા યરીખો શહેરમાં જાખ્ખી નામનો માણસ રેતો હતો, ઈ ઘણોય માલદાર અને વેરો ઉઘરાવનારાનો મુખી હતો.
જેથી ઈસુ જે મારગે આગળ જાતો હતો, ન્યા આગળ ધોડીને ગુલ્લરના એક ઝાડ ઉપર સડી ગયો, કેમ કે, ઈસુ ઈ જ મારગે થયને જાવાનો હતો. જેથી પોતે ઈસુને જોય હકે.
પછી જાખ્ખી જલ્દી નીસે આયવો એણે ઈસુને પોતાની ઘેરે રાજી થયને આવકારો.
નથાનિએલે એને કીધું કે, “તુ મને કેમ ઓળખશો?” ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “એની પેલા ફિલિપે એને બોલાવ્યો, જઈ તુ અંજીરીના ઝાડ નીસે હતો તઈ મે તને જોયો હતો.”
ઈસુએ એને જવાબ દીધો કે, જે કોય મને પ્રેમ કરે છે, તો ઈ મારા વચનોને માંને છે, અને મારો બાપ એને પ્રેમ કરે છે, અને આપડે એની પાહે જાહુ અને એની હારે રેહું.
હવે પરમેશ્વરની હારે કામો કરનારા અમે તમને માનપૂર્વક વિનવણી કરી છયી કે, તમે જે કૃપા પરમેશ્વરથી મેળવી છે એને નકામી નો થાવા દયો.
જેથી મસીહ તમારા હૃદયમાં રેય જઈ તમે એની ઉપર ભરોસો કરશો. હું પ્રાર્થના કરું છું કે પરમેશ્વર અને એકબીજા હાટુ તમારો પ્રેમ તમને મજબુત બનાવશે અને તમને પડવાથી બસાયશે.
અજાણ્યા મેમાનોને માન આપવાનું નય ભુલતા, કેમ કે એવું કરવા દ્વારા કેટલાક લોકોએ અજાણતા જ સ્વર્ગદુતોને મેમાનોની જેમ માન આપ્યુ હતું.
હું આયા છું, હું દરેકને બોલાવી રયો છું, અને હું ઉભો છું, અને તમારા કમાડ આગળ વાટ જોય રયો છું અને કમાડ ખખડાવી રયો છું જો તમે મારો અવાજ હાંભળો છો અને તમે કમાડ ખોલશો, તો હું અંદર આવય અને આપડે એક હારે મિત્રની જેમ ખાવાનું ખાહુ.