42 ઈસુએ યરુશાલેમને જોયને કીધું કે, “હું ઈચ્છું છું કે ઈ આજે શાંતિથી લીયાવી હકાય ઈ જાણ્યું હોત. પણ ઈ તે જાણ્યું નથી કેમ કે, ઈ તારાથી હતાડીને રાખેલું છે.
તેઓ કોટને ભાંગી નાખશે અને બધુય નાશ કરી દેહે, તેઓ તને અને તારા દીકરાઓનો નાશ કરશે, અને એવો એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેહે નય; કેમ કે, જે વખતે પરમેશ્વર તને બસાવવા માગતા હતાં ઈ વખતે તુ એને ઓળખી હક્યો નય!”
તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે.
તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.