40 ઈસુએ જવાબ આપ્યો, “હું તમને કવ છું કે, જો મારા ઈ ચેલાઓ મૂંગા રેહે, તો પાણાઓ પણ મારી મહિમા કરવા હાટુ પોકારી ઉઠશે.”
બોપરથી લગભગ ત્રણ કલાક હુધી આખા દેશમાં અંધારું થય ગયુ.
“ઈબ્રાહિમ આપડો વડવો છે,” કેમ કે, હું તમને કવ છું કે, આ પાણામાંથી પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ બાળકો પેદા કરી હકે છે.
જઈ ઈસુ યરુશાલેમ પાહે પૂગ્યો, તો ઈ શહેર જોયને એની હાટુ રોવા લાગ્યો,
પરમેશ્વરે સદોમ અને ગમોરા શહેરને દંડિત કરયા, અને એણે એવા ભસ્મ કરી દીધા કે ઈ હળગીને રાખ થય ગયા, એમણે એને એક દાખલો બનાવી દીધો કે, જે લોકો પરમેશ્વરનો અનાદર કરે એની હારે શું થાહે?