34 ચેલાઓએ જવાબ આપતા કીધું કે, “પરભુને એનો ખપ છે.”
જેમ તેઓ ખોલતા હતાં એટલામાં એના માલિકે તેઓને કીધું કે, “કેમ તમે અમારા ખોલકાને ખોલો છો?”
જેથી તેઓ ખોલકાને ઈસુ પાહે લીયાવ્યા, અને ચેલાઓએ પોતાના લુગડા એની ઉપર નાખી દીધા, પછી ઈસુ એની ઉપર બેઠો.
આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કેય છે ઈ હાસુ છે, જેને પરમેશ્વરનાં વચન આપવામાં આવ્યું, જો પરમેશ્વરે તેઓને દેવ કીધા.
ઈસુના ચેલાઓ ઈ વાતો પેલા તો હમજા નય, પણ જઈ ઈસુની મહિમા પરગટ થય, તઈ તેઓને યાદ આવ્યું કે, જે કાય એની હારે થયુ; આ એવો જ હતો જેમ શાસ્ત્રમા કીધું હતું.
તમે આપડા પરભુ ઈસુ મસીહની કૃપા જાણો છો કે, તેઓ તો રૂપીયાવાળા હોવા છતાં તમારી હાટુ ગરીબ બન્યા કે, જેથી તમે એની ગરીબીના કારણે રૂપીયાવાળા બનો.