3 ઈ ઈસુને જોવા માંગતો હતો કે, ઈ કેવો છે, પણ મોટી ગડદીના લીધે, ઈ ઈસુને જોય હક્યો નય કેમ કે, જાખ્ખી બાઠીયો માણસ હતો.
કેટલીક બાયુ પણ આધેથી જોતી હતી. બાયુંના આ જૂથમાં મરિયમ પણ હતી જે મગદલા નામના શહેરથી હતી, અને શાલોમી અને મરિયમ જે નાનો યાકુબ અને યોસેની માં હતી.
તમારામાંનો કોય પણ માણસ ઉપાદી કરીને પોતાના જીવનની એક મિનીટ પણ વધારી હકતો નથી!
ન્યા યરીખો શહેરમાં જાખ્ખી નામનો માણસ રેતો હતો, ઈ ઘણોય માલદાર અને વેરો ઉઘરાવનારાનો મુખી હતો.
જેથી ઈસુ જે મારગે આગળ જાતો હતો, ન્યા આગળ ધોડીને ગુલ્લરના એક ઝાડ ઉપર સડી ગયો, કેમ કે, ઈસુ ઈ જ મારગે થયને જાવાનો હતો. જેથી પોતે ઈસુને જોય હકે.
હવે હેરોદ ઈસુને જોયને ઘણોય રાજી થયો કેમ કે, ઈ ઘણાય વખતથી જોવા ઈચ્છતો હતો. અને ન્યા એણે કાક સમત્કાર કરતો જોવાની આશા રાખતો હતો.
તેઓએ ગાલીલ પરદેશના બેથસાઈદા ગામના ફિલિપની પાહે આવીને વિનવણી કરી કે, “ભાઈ, અમે ઈસુને ભેટ કરવા માંગી છયી.”