25 તેઓએ રાજાને કીધું કે, “ઓ માલીક, ઈ ચાકર પાહે મહોર મારેલા દસ સાંદીના કિંમતી સિકકા છે.”
જેથી ઘરના કારભારીને એણે અંદર બોલાવ્યો, અને એને કીધું કે, તારા વિષે હું હાંભળુ છું ઈ શું હાસુ છે? તે મારા રૂપીયાનું શું કરયુ છે? મને હિસાબ આપ કેમ કે, હવેથી તુ મારો કારભારી નય રય હક.
પછી જે માણસો પાહે ઉભા હતાં, તેઓને રાજાએ કીધુ કે, “આ ચાકર પાહેથી રૂપીયાની થેલી લય લ્યો, અને જેને પાહે દસ છે, એને ઈ આપો.”
હું તમને કવ છું કે, જેની પાહે છે, એને અપાહે; અને હજી વધારે અપાહે પણ જેની પાહે કાય નથી; એની પાહે જે છે, ઈ હોતન લય લેવામાં આયશે.