24 પછી જે માણસો પાહે ઉભા હતાં, તેઓને રાજાએ કીધુ કે, “આ ચાકર પાહેથી રૂપીયાની થેલી લય લ્યો, અને જેને પાહે દસ છે, એને ઈ આપો.”
પણ પરમેશ્વરે ઈ માણસને કીધું કે, “અરે મૂરખ! આજે રાતે તારું મોત થાહે, તો ઈ તારી જાત હાટુ ભેગી કરેલી વસ્તુઓ કોની થાહે?”
જેથી ઘરના કારભારીને એણે અંદર બોલાવ્યો, અને એને કીધું કે, તારા વિષે હું હાંભળુ છું ઈ શું હાસુ છે? તે મારા રૂપીયાનું શું કરયુ છે? મને હિસાબ આપ કેમ કે, હવેથી તુ મારો કારભારી નય રય હક.
ઈ આઘા દેશમાં જાય ઈ પેલા એણે એના દસ ચાકરોને બોલાવીને, અને બધાયને રૂપીયાની થેલી આપી, અને ઈ માણસે કીધું કે, “હું પાછો આવું ન્યા હુંધી તમે આ રૂપીયા થકી વેપાર કરો.”
તો ઈ રૂપીયા સાવકારની પાહે જમા કરી દીધા હોત તો, પછી હું જઈ પાછો આવત તઈ ઈ રૂપીયાનું થોડુંક વ્યાજ મેળવી હકત.”
તેઓએ રાજાને કીધું કે, “ઓ માલીક, ઈ ચાકર પાહે મહોર મારેલા દસ સાંદીના કિંમતી સિકકા છે.”