21 કેમ કે, મને તમારી બીક લાગતી હતી, હું જાણું છું કે તુ બોવ જ કડક માણસ છે; અને જ્યાં તે રાખ્યું નથી ઈ તુ ઉપાડે છે, અને જ્યાં તે વાવ્યુ નથી, એને તુ લણી લે છો.
કેમ કે, પાપીલા સ્વભાવ દ્વારા કાબુમાં રેવું પરમેશ્વરથી વેર રાખવું છે કેમ કે, નો ઈ પરમેશ્વરનાં નિયમશાસ્ત્રને આધીન છે, અને એના નિયમોનું પાલન નથી કરી હક્તા.
બધાય લોકોનો ન્યાય કરવા હાટુ, ઈ બધાય પાપી કામો હાટુ એની ઉપર આરોપ લગાડવા હાટુ, જે તેઓએ પરમેશ્વરની વિરુધ કરયા છે અને ઈ બધીય ખરાબ વાતોને લીધે જે તેઓએ એની વિરુધ કીધી છે.”