પછી જેને એક તાલંત મળ્યો હતો, એણે પણ આવીને કીધુ કે, હે માલીક, જ્યાં નથી વાવ્યુ, ન્યાથી તું કાપનાર અને જ્યાં નથી વેરયુ, ન્યાથી તું ભેગુ કરનાર છે, મે એને એવો કડક માણસ જાણ્યો.
કેમ કે, મને તમારી બીક લાગતી હતી, હું જાણું છું કે તુ બોવ જ કડક માણસ છે; અને જ્યાં તે રાખ્યું નથી ઈ તુ ઉપાડે છે, અને જ્યાં તે વાવ્યુ નથી, એને તુ લણી લે છો.
જેમ એક લાકડા કાપવાવાળો હારા ફળ આપે નય એવા દરેક ઝાડવાના મુળ કાપી નાખીને આગમાં નાખવા હાટુ તૈયાર કરે છે, એમ જ હવે પરમેશ્વર તેઓનો ન્યાય કરવા હાટુ તૈયાર છે જે પાપ કરવાનું બંધ નથી કરતા.
તઈ જે મરી ગયો હતો, એના હાથ પગ ખાપણથી બંધાયેલા હતા અને ઈ બારે આવ્યો, અને એનુ મોઢું લુગડાથી વીટેલુ હતું. ઈસુએ એને કીધું કે, “એનુ વીટેલુ ખાપણ ખોલી નાખો અને એને જાવા દયો.”