2 ન્યા યરીખો શહેરમાં જાખ્ખી નામનો માણસ રેતો હતો, ઈ ઘણોય માલદાર અને વેરો ઉઘરાવનારાનો મુખી હતો.
ફિલિપ અને બર્થોલ્મી, થોમા અને માથ્થી જે દાણી હતો, અલ્ફીનો દીકરો યાકુબ અને થાદ્દી,
ઈસુ યરીખો ગયો, અને શેહરમાં થયને જાતો હતો.
ઈ ઈસુને જોવા માંગતો હતો કે, ઈ કેવો છે, પણ મોટી ગડદીના લીધે, ઈ ઈસુને જોય હક્યો નય કેમ કે, જાખ્ખી બાઠીયો માણસ હતો.
જઈ ઈસુ ઈ ગુલ્લરના ઝાડ પાહે આવ્યો, જ્યાં જાખ્ખી હતો, તઈ એણે ઉસી નજર કરીને એને કીધુ કે, “જાખ્ખી, જલ્દી નીસે આવ! કેમ કે, આજે મારે તારા ઘરે રેવાનું છે.”