હારી જમીન ઉપર જે બી વાવેલું આ ઈ જ છે કે, જે વચન હાંભળે છે અને હમજે છે ને એની નીસે ફળ લાગે છે, એટલે વાવેલામાંથી કોયને ત્રીહ ગણા, અને હાઠ ગણા, અને હો ગણા ફળ આપે છે.”
પણ કેટલાક લોકો હારી જમીનની જેમ છે, તેઓ પરમેશ્વરનું વચન હાંભળીને અપનાવે છે અને વિશ્વાસ કરે છે, અને તેઓ હારા કામો કરે છે જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે. તેઓ ઈ હારા છોડવાઓની જેમ છે, જે અમુક ત્રીહ ગણા, અમુક હાઠ ગણા, અને અમુક હો ગણા ફળ આપે છે.”