પછી જેને એક તાલંત મળ્યો હતો, એણે પણ આવીને કીધુ કે, હે માલીક, જ્યાં નથી વાવ્યુ, ન્યાથી તું કાપનાર અને જ્યાં નથી વેરયુ, ન્યાથી તું ભેગુ કરનાર છે, મે એને એવો કડક માણસ જાણ્યો.
સોખી રીતેથી, હું લોકોને રાજી કરવાની કોશિશ કરતો નથી, પણ હું પરમેશ્વરને રાજી કરવા માગું છું. જો હું હજી હુધી માણસોને જ રાજી કરતો હોત તો મસીહનો ચાકર નો થાત.
હું સિમોન પિતર જે આપડા તારનાર ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું આ પત્ર લખી રયો છું, હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોની હાટુ લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, ક્પાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતના જુદા-જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.