11 જઈ તેઓ આ વાતુ હાંભળતા હતાં, તઈ ઈસુએ એક દાખલો કીધો કેમ કે, તેઓ યરુશાલેમની પાહે પુગ્યા હતાં, અને તેઓ એમ વિસારતા હતાં કે, પરમેશ્વરનું રાજ્ય હમણા જ પરગટ થાહે.
એક દિવસ કેટલાક ફરોશી ટોળાના લોકોએ ઈસુને પુછયું કે, “પરમેશ્વરનું રાજ્ય ક્યારે આયશે?” તઈ ઈસુએ જવાબ આપ્યો કે, પરમેશ્વરનું રાજ્ય કાય એવુ નથી કે, જેને તમે એક ઘટના રીતે જોય હકો છો.