પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”
તમે વિસારો કે, એક બાય પાહે દસ ચાંદીના સિકકા હોય, પણ તેઓમાંનું એક ખોવાય જાય; તઈ ઈ દીવો હળગતો લયને ઘર સાફ કરશે, અને જ્યાં હુંધી એને ઈ સિક્કો જડી નો જાય, ન્યા હુંધી એને હારી રીતે ગોતશે.