1 ઈસુ યરીખો ગયો, અને શેહરમાં થયને જાતો હતો.
યરુશાલેમ જાતી વખતે, ઈસુ અને ચેલાઓ યરીખો નગરમાં આવ્યા, જેમ કે, ઈસુ અને એના ચેલાઓ અને બીજા લોકોની મોટી ગદડી શહેર છોડીને જાતી હતી, તઈ એક બાર્તિમાય નામનો આંધળો ભિખારી રસ્તાની કોરે બેઠો હતો. ઈ તિમાયનો દીકરો હતો.
જઈ ઈસુ યરીખો શહેરના પાહે પૂગ્યો, તો ન્યા મારગની બાજુમાં એક આંધળો માણસ બેઠો હતો, જે ભીખ માંગતો હતો.
ન્યા યરીખો શહેરમાં જાખ્ખી નામનો માણસ રેતો હતો, ઈ ઘણોય માલદાર અને વેરો ઉઘરાવનારાનો મુખી હતો.